________________
વીરગણધર
જતાં જોઈને નગરલેક બેલ્યા કે- “સર્વજ્ઞ પરમાત્માને વાંદવા દે ઉદ્યાનમાં જઈ રહ્યા છે.” “સર્વજ્ઞ” એ શબ્દ સાંભળતાં જ ઈંદ્રભૂતિ કોધથી ધમધમી ઊઠયા. તેઓ બોલ્યા કે-“મારા કરતાં સર્વજ્ઞ બીજો કોણ છે ? મૂર્ખ માણસને તેની ગતાગમ ન હોય, પણ વિબુધ ગણાતાં દેવેને પણ તેને ખ્યાલ નથી આવતો ! ખરેખર તે વીર ઇંદ્રજાલિયે જણાય છે કે જેણે દેવે તેમજ માનવેને વશ કરી લીધા છે. હમણાં જ જઈને હું તેમને પરાભવ પમાડું” આવા અહંકારભર્યા વચનો બેલી ઇંદ્રભૂતિ પિતાના પાંચસે શિષ્ય સાથે સમવસરણ તરફ ચાલ્યા.
સમવસરણ નજરે પડતા, પરમાત્માની પ્રાદ્ધિસિદ્ધિ જોતાં તેમજ અસંખ્ય દેવને નજરે નીહાળતાં “આ શું?” એમ ઈંદ્રભૂતિ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા તેવામાં જગદ્ગુરુએ અમૃત જેવી વાણીથી ઈંદ્રભૂતિને સંધ્યા કે“હે ગૌતમ ! ઈંદ્રભૂતિ ! તમને સ્વાગત છે.” એટલે તે તેમને વધુ આશ્ચર્ય થયું કે શું તેઓ મારા ગોત્ર તથા નામને પણ જાણે છે. વળી વિચાર આવ્યું કે-માર જગ. પ્રસિદ્ધ નામને કણ નથી જાણતું ? પરંતુ જે તેઓ મારા. મનમાં રહેલા સંશયનું નિવારણ કરે તે સાચા સર્વજ્ઞ જાણું. તેવામાં તે પરમાત્માએ. સાકર જેવી મીષ્ટ વાણીમાં પુનઃ કહ્યું કે “હે ગૌતમ ! તમને જીવ છે કે નહીં તે સંશય છે, પણ જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વિગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ન હોય તે પાપ તેમજ