________________
તપાન નાકર
આ પ્રમાણે પરમાત્માની સંશય છેદનારી અને અલૌકિક જ્ઞાનવાળી વાણી સાંભળી અગિયારે વિપ્રકુમાર પ્રતિબોધ પામ્યા અને સર્વવિરતિ સ્વીકારી સ્વકલ્યાણ સાધ્યું. પરમાત્માએ તે સર્વને ગણધર સ્થાપ્યા.]
चरमजिनस्यैकादशशिष्यगणधारिणस्तदर्थं च । प्रत्येकमनशनान्यप्याचाम्लान्यथ विदध्याच्च ॥१॥ ગણધરની આરાધના માટે જે તપ તે ગણધર તપ કહેવાય છે. તેમાં શ્રી વર્ધમાન સ્વામીના અગિયાર ગણધરે છે, તેમની આરાધના માટે દરેક ગણધરને આશ્રયીને એકાંતર અગિયાર અગિયાર ઉપવાસ અથવા અગિયાર અગિયાર એકાંતર આંબિલ કરવા. (મતાંતરે દરેક ગણધર આશ્રયીને એક એક ઉપવાસ અથવા આંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉદ્યાપનમાં અગિયાર અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવા. ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે. (જે ગણધરને તપ ચાલતું હોય તે નામનું ગાણું ગણવું.)
ઉપરને આ તપ વૈશાખ શુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠું કરીને પણ કરાય છે.