________________
તપોરન રત્નાકર
દેવદો વિગેરે વ્યંતર દેવે કરે છે. જો કે ચારે નિકાયના દે મળીને સમવસરણ રચવામાં આવે છે, છતાં કઈ ઉત્તમ દેવ ધારે તે એક પણ સમવસરણ રચી શકે છે,
આ વર્ણન વૃત્ત(ળ) સમવસરણનું જાણવું. ચોરસ સમવસરણનું વૃત્તાંત “લેકપ્રકાશ” ગ્રંથથી જાણી લેવું.]
श्रावणमथ भाद्रपदं कृष्णप्रतिपदमिहादितां नीत्वा । षोडश दिनानि कार्य, वर्षचतुष्कं स्वशक्त्या तपः ॥१॥ સમવસરણની આરાધના માટે આ તપ છે. તેમાં ગુજરાતી શ્રાવણવદ એકમને દિવસે આરંભીને પોતાની શક્તિ પ્રમાણે બેસણું અથવા એકાસણું વિગેરે કરવું. એ રીતે સોળ દિવસ કરવું. હંમેશાં સમવસરણની પૂજા કરવી. આ આ પ્રમાણે ચાર વર્ષ કરવું, ઉદ્યાપને (દર વરસે) સમવસરણની મેટી સ્નાત્ર વિધિએ પૂજા કરી છ વિગઈની વસ્તુ એના થાળ (પફવાન ફળ વિગેરે) કવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સાક્ષાત તીર્થકરનું દર્શન થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
પ્રવચનસારોદ્ધાર વિગેરેમાં એવું કહ્યું છે કે પહેલે વરસે સેળ એકાસણા, બીજે વરસે સોળ નીવી, ત્રીજે વરસે સેળ ઉપવાસ કરવા.
જે લાગેટ ઉપવાસ ન કરી શકે તે ચાર ચાર ઉપવાસને આંતરે પારણું કરવું એમ જૈન પ્રબંધમાં કહ્યું છે.