________________
તપોવન રત્નાકર
તેમ આ તપમાં પણ હીનાધિક કમ છે. પાવડી તે લેઢાની હોય પણ ખાત મુહૂર્તાદિક શુભ કિયામાં જેમ રૂપા કે સુવર્ણની હડી કે કેદાળી વપરાય છે. જિનબિંબના સ્થાપન સમયે તેમની ગાદી નીચે જેમ સુવર્ણ કે રૂપાને કૂર્મ (કાચબો) મૂકાય છે, કઈ મકાનનું ઉદ્દઘાટન કરતાં જેમ રૂપાનું તાળું ખેલવામાં આવે છે એટલે કે દરેક શુભ પ્રસંગે કે કાર્યોમાં ઉત્તમ વસ્તુઓને ઉપયોગ થાય છે તેથી જ તપશ્ચર્યા જેવી એકાંત હિતકર પ્રવૃત્તિમાં “પાવડીને માણિકય પાવડીની ઉપમા આપવામાં આવી છે.]
माणिक्यप्रस्तारी चाश्विनशुक्लस्य पक्षसंयोगे । आरभ्यैकादशिकां राकां यावद्विदध्याच्च ॥१॥
માણિકયની પ્રસ્તારિકાની જેમ આ તપને વિસ્તાર હોવાથી માણિકય પ્રસ્તારિકા કહેવાય છે. તે આશ્વિન શુકલ એકાદશીએ આરંભી પૂર્ણિમા સુધી કરવાનું છે. એટલે કે એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ એકાસણું, ત્રદશીએ નવી, ચતુર્દશીએ આંબિલ અને પૂર્ણિમાએ બેસણું કરવું અથવા એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ આંબિલ, ત્રવેદશીએ નવી, ચતુર્દશીએ એકાસણું, તથા પૂર્ણિમાએ બેસણું એ પ્રમાણે કરવું તથા તે પાંચ દિવસમાં પ્રભાતે સૂર્યોદય પહેલાં સ્નાનપૂર્વક સારા ભાગ્યવાળી સુવાસિની સ્ત્રીનું મુખમંડન તથા ઉદ્વર્તન કરવું. પછી પિતે પણ પવિત્ર સુંદર વસ્ત્રો અથવા કસુંબી વસ્ત્રનું