________________
પડ્યો ત્તર તપ
૮૩
યુગલ પહેરીને તથા સંપત્તિ પ્રમાણે અલંકારો પહેરીને, અખંડ અક્ષતની અંજળી ભરીને તે ઉપર એક જાતિફળ જાયફળ) મૂકી મંગલે ચારપૂર્વક ચૈત્યને પ્રદક્ષિણા કરીને તે અંજલિ જિનેશ્વર પાસે મૂકવી. પછી બીજી પ્રદક્ષિણામાં શ્રીફળ મૂકવું. ત્રીજી પ્રદક્ષિણમાં ડીંટ તથા પર્ણ સહિત બીજોરું અક્ષતની અંજલી ઉપર મૂકવું. તથા ચેથી પ્રદક્ષિણામાં અક્ષતની અંજલી ઉપર સેપારી મૂકી પ્રદક્ષિણા કરીને અંજલી દેવ પાસે મૂકવી, પછી સાત ધાન્ય, લવણ, એકસ આઠ હાથે વસ્ત્ર, એક સે આઠ રાતી ચણોઠી, તથા કસુંબી વસ્ત્ર દેવ પાસે મૂકવું. આ પ્રમાણે ચાર વર્ષ સુધી કરવું. ઉદ્યાપનને વિષે એક સો આઠ પૂર્ણ કુંભ દીવા સહિત દે પાસે કવા. તથા એક રૂપાને દ સુવર્ણની વાટ સહિત હેક. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી નિર્મળ ગુણની પ્રાપ્તિ થાય છે. તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
માણિજ્ય પ્રસ્તારિકાતપણે નમઃ' નવકારવાળી વીશ, સાથીઓ વિગેરે બાર બાર કરવા.
૩૬. પદ્યોત્તર તપ. (કમળની ઓળી)
[પદ્મ એટલે કમળ. કમળ એ પુષ્પની જાતિમાં સર્વ શ્રેષ્ઠ છે. કમળ દેખાવે રમણીય હોય છે તેમજ તેની સુવાસ પણ આહ્લાદક હોય છે. લક્ષ્મીનું વાહન(સ્થાન) કમળ છે,