________________
તારત રત્નાકર
ex
એટલે જ તેને કમલા કહેવામાં આવે છે. પક્ષીગણમાં ઉત્તમ રાજહંસને ચારો પણ કમલના મીસતંતુએ છે. આ રીતે પણ કમલ ઉત્તમ ગણાય છે.
તીર્થંકર ભગવંતા જ્યારે વિચરે છે ત્યારે દેવા સુવર્ણના નવ કમળે વિષુવે છે અને તેના પર પદન્યાસ કરી પરમાત્મા પૃથ્વી પર્યટન કરે છે. આ રીતે કમળની શ્રેષ્ઠતા છે. કમળ એ પ્રત્યેક વનસ્પતિકાય છે. સચિત્ત ત્યાગના પરમાત્માને નિયમ હાય છે એટલે દેવા સુવણૅના કમળો વિષુવે છે. મોટુ કમળ ઊંચાઈમાં એક હુન્નર ચૈાજનથી અધિક હેાય છે, કારણ કે દ્રહા વિગેરેમાં થતાં કમળાની નાળ(દાંડી) હજાર યેાજનથી પણ અધિક લાંબી હાય છે.
આ તપમાં કમળની આઠ પાંખડીને અનુલક્ષીને તપ કરવાનું વિધાન છે, અને તે રીતે નવ વખત તપશ્ચર્યા કરવાનું હાવાથી તેને “કમળની એળી” કહેવામાં આવે છે.
प्रत्येकं नवपष्वष्टाष्ट प्रत्येक संख्यया । उपवासा मीलिताः स्युद्वसप्ततिरनुत्तराः || १ ||
પદ્મ એટલે કમળની જેમ લક્ષ્મીવર્ડે ઉત્કૃષ્ટ હોવાથી આ તપ પદ્મોત્તર નામે કહેવાય છે. તેમાં નવ પદ્મોને વિષે દરેક પદ્મમાં આઠે આઠ પાંખડી હાવાથી તે દરેકના એકાંતર