________________
તપોરન રત્નાકર
શુકલ એકાદશીથી આરંભીને અગિયાર માસની એકાદશીએ યથાશક્તિ તપ કરવાથી અંગ તપ પૂર્ણ થાય છે.
શ્રી આચારાંગ વિગેરે અગિયાર અંગને આ તપ હોવાથી અંગ તપ કહેવાય છે. તેમાં શુકલ એકાદશીને દિવસે યથાશક્તિ એકાસણું, નીવી, આંબિલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે દરેક શુકલ એકાદશીએ અથવા બને પક્ષની એકાદશીએ કરવું. તે અગિયાર માસે પૂર્ણ થાય છે. (બંને પક્ષની એકાદશી લેવાથી અગિયાર પખવાડીયે તપ પૂરો થાય છે, એમ પણ કેઈ આચાર્યને મત છે. ) ઉદ્યાપન લઘુ પંચમીની પેઠે કરવું. વિશેષ એટલે કે–આ તપમાં અગિયાર અંગ લખાવવા તથા અગિયાર અગિયાર વસ્તુ ઢેકવી. આ તપ કરવાથી આગમના બેધની પ્રાપ્તિ થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
૧ શ્રી આચારાંગ સૂત્રાય નમઃ ૨ શ્રી સુયગડાંગ ૩ શ્રી ઠાણાંગ છે કે ૪ શ્રી સમવાયાંગ ૫ શ્રી ભગવતી , ૬ શ્રી જ્ઞાતાધર્મકથાંગ ૭ શ્રી ઉપાસકદશાંગ ૮ શ્રી અંતકૃદશાંગ છે. ૯ શ્રી અનુત્તરવવાઈ ;) ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ ) ૧૧ શ્રી વિપાક છે