________________
તપેારત રત્નાકર
પરમાત્માએ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી જે દેશના આપી તે સાંભળીને ભરત મહારાજાનાં ઋષભસેન વિગેરે પાંચસે પુત્રોએ તેમજ સાતસા પૌત્રોએ એકી સાથે જ દીક્ષા લીધી. તે પ્રથમ દેશનામાં શ્રી પુંડરીક સાધુ, પ્રભુની પ્રથમ પુત્રી બ્રાહ્મી સાધ્વી, ઇક્ષુરસ વહેારાવી પ્રથમ પારણું કરાવનાર શ્રેયાંસકુમાર શ્રાવક અને પરમાત્માની દ્વિતીય પુત્રી સુંદરી શ્રાવિકા-એ પ્રમાણે ચતુર્વિધ સંધની સ્થાપના કરી. પુડરીકસ્વામીને ચારાશી ગણધરોમાં મુખ્ય સ્થાન આપ્યું. પરમાત્માના મુખથી “ત્રિપદી” સાંભળીને તેઓશ્રીએ વિસ્તૃત દ્વાદશાંગીની રચના કરી.
૯૮
તેએ પરમાત્મા સાથે વિચરવા લાગ્યા. પરમાત્મા પાસે તેમના અઠ્ઠાણુ પુત્રો તેમજ બાહુબલિએ પણ દીક્ષા લઈ લીધી. એકદા સ્ફટિકાચળના શિખરે બિરાજમાન પરમાત્માને શ્રી પુંડરીક ગણધરે પ્રશ્ન કર્યાં કે–હે સ્વામિન્ ! બાહુબલિ પ્રમુખ અનેક મુનિવરો મારા પછી દીક્ષિત થયા છે અને થોડા સમયના ચારિત્રવાન્ હોવા છતાં કેવળજ્ઞાની થયા છે અને હું શરૂઆતથી આપના શિષ્ય બનવા છતાં મને કેવળજ્ઞાન કેમ પ્રાપ્ત થતું નથી ? મારું કેવળાવરણ કર્મો કયાં અને કઈ રીતે નાશ પામશે ?
ભગવંતે જણાવ્યું કે—હે પુંડરીક ! આ સ્ફટિકાચળની પશ્ચિમે વિમળાચલ (શ્રી શત્રુ ંજય) નામના પર્વત છે. તે અન`તા મુનિવરોને મુક્તિપદ આપનારો છે અને ભૂતકાળમાં અનેક જીવા તે પવિત્ર સ્થાન પર મુક્તિ પામ્યા છે. તે