________________
પુંડરીક પર્વતના શિખર પર તમને મુક્તિ પ્રદાતા કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. પરમાત્માના આદેશથી તેઓએ મુનિવરો સહિત શ્રી વિમલાચલ પ્રતિ પ્રયાણ આરંળ્યું.
માર્ગમાં અનેક જીવોને પ્રતિબધી શાસનને ઉદ્યોત કરતાં તેઓ મથુરા નગરીમાં આવ્યા. ત્યાં યુગાદીશ પ્રભુ અને ભરત મહારાજાએ કાઢેલે સંઘસમૂહ ભેગો થયે. સર્વ સાથે વિહાર કરી શ્રી વિમળાચળ તીર્થે આવી પહોંચ્યાં.
પરમાત્માને સમવસરેલા જાણી ચારે નિકાયના દેએ “સમવસરણ”ની રચના કરી. પરમાત્માએ દેશના આપી અને પ્રથમ પૌરૂષી પૂર્ણ થઈ એટલે પરમાત્માની પાદપીઠને આશ્રય કરીને પ્રથમ ગણધર પુંડરીકસ્વામીએ પણ ભવ્ય જીને પ્રતિબોધતી દેશના આપી.
બીજે દિવસે, “આ ગિરિના પસાયથી મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવાની છે” એમ વિચારીને શ્રી પુંડરીકસ્વામીએ પાંચ કોડ મુનિવરે સાથે સંલેખના કરી.
પાંચ કોડ મુનિવરોથી પરિવરેલા શ્રી પુંડરીકસ્વામીએ રોષ, તેષ અને કામને ઉછેર કરીને તેમજ દેહનું શેષણ કરીને અનશન સ્વીકાર્યું. પરમાત્માએ પણ કેવળાવરણને નષ્ટ કરવાના હેતુથી શ્રી વિમલાચલના અદ્દભુત માહાભ્યનું વર્ણન કર્યું. જેના મહિમાથી શ્રી પુંડરીકસ્વામી તેમજ સાથેના પાંચ કોડ મુનિવરને કૈવલ્યશ્રી પ્રાપ્ત થઈ.
ચૈત્ર માસની શુકલ પૂર્ણિમાએ શ્રી પુંડરીકસ્વામી અને