________________
ભકતપ
બે માસ અને બાર દિવસે પૂરો થાય છે એ મતાંતર છે.) ઉદ્યાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક પૂજા ભણાવીને ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ તથા મોદકાદિક નૈવેદ્ય અર્પણ કરવું. સાધુને અનાદિકનું દાન દેવું, સંઘપૂજા, સંઘ વાત્સલ્ય કરવું. આ તપનું ફળ ઉપશમશ્રેણીની પ્રાપ્તિરૂપ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. નંબર ૨૧ થી ૨૫ સુધીના તપે ચાર પરિપાટીએ કરવાના શ્રી પ્રવચનસારદ્વારમાં કહેલા છે.
ગરણું વિગેરે પૂર્વવત્ “નમો અરિહંતાણું”
૨૬. ભદ્ર તપ દ્વિત્રિવત પત્રિવતુ પન્નમઃ | पञ्चैकद्वित्रिवेदैश्च द्वित्रिबेदेषुभूमिभिः ॥१॥ चतुःपञ्चैकद्वित्रिभिश्चोपवासैः श्रेणिपञ्चकम् । भद्रे तपसि मध्यस्थपारणश्रेणिसंयुतम् ॥२॥
આ તપ ભદ્ર એટલે કલ્યાણકારક હોવાથી ભદ્ર નામે કહેવાય છે. તેમાં પ્રથમ શ્રેણિમાં પહેલે એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપર પારણું, પછી ચાર, અને પછી પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. બીજી શ્રેણિએ પ્રથમ ત્રણ ઉપવાસ, પછી ચાર, પછી પાંચ, પછી એક અને પછી બે ઉપવાસ કરી પારાણું કરવું. ત્રીજી શ્રેણિએ પ્રથમ પાંચ ઉપવાસ, પછી એક, પછી બે, પછી ત્રણ અને પછી ચાર ઉપવાસ કરી પારણું કરવું. જેથી શ્રેણિએ પ્રથમ બે ઉપવાસ, પછી ત્રણ, પછી ચાર, પછી પાંચ.