________________
૬૮
તપોસ્ટ્સ રત્નાકર
છે. દશમે માસે દશ દૃશ ઉપવાસ ઉપર પારણા કરવાથી ત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી તેત્રીશ દિવસ થાય છે. અગિયારમે માસે અગિયાર અગિયાર ઉપવાસ ઉપર પારણા કરવાથી તેત્રીશ ઉપવાસ અને ત્રણ પારણા મળી છત્રીસ દિવસ થાય છે. આરમે માસે માર માર ઉપવાસ ઉપર પારણા કરવાથી ચાવીશ ઉપવાસ અને એ પારણા મળી છવ્વીશ દિવસ થાય છે. તેરમે માસે તેર તેર ઉપવાસ ઉપર પારણા કરવાથી છવ્વીશ ઉપવાસ અને એ પારણા મળી અઠ્ઠાવીશ દિવસ થાય છે. ચૈાદ ચેાદ ઉપવાસ ઉપર પારણા કરવાથી અઠ્ઠાવીશ ઉપવાસ અને બે ;પારણા મળી. ત્રીશ દિવસ થાય છૅ. પદમે માસે પંદર પંદર ઉપવાસ ઉપર પારણા કરવાથી ત્રીશ ઉપવાસ અને એ પારણા મળી ખત્રીશ દિવસ થાય છે. સેાળમે માસે સાળ સેાળ ઉપવાસ ઉપર પારણા કરવાથી ખત્રીશ ઉપવાસ અને એ પારણા મળી ચેાત્રીશ દિવસ થાય છે. આ રીતે આ તપ ન્યૂનાધિક તથા સરખા દિવસોએ કરીને બરાબર સાળ માસે જ પૂ થાય છે. ( એક દરે ગણતાં ૪૮૦ દિવસો થાય છે. )
ઉદ્યાપનમાં મોટા સ્નાત્રપૂર્વક જિનપૂજા, સાધુપૂજા, સંઘપૂજા વિગેરે યથાશક્તિ કરવું. આ તપનું ફળ ઉચ્ચ ગુણસ્થાન પર આરેહણ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
“ ગુણરત્નસંવત્સરતપસે નમઃ ” આ પટ્ટની નવકા રવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા.