________________
૧ ગિયાર અંગ
૩૧. અગિયાર અંગ તપ [ તીર્થકર ભગવંતે જ્યારે કેવલજ્ઞાની થાય છે ત્યાર પછી જ તેમના વિચારો શ્રત તરીકે ગણધર ભગવંતે ઝીલે છે એટલે કે તીર્થકર અર્થથી દ્વાદશાંગીની પ્રરૂપણ કરે છે અને ગણધર ભગવતે તેને સૂત્રરૂપે ગુંથે છે.
ભગવંત મહાવીરનો ઉપદેશ તેમના અગિયાર ગણધરિએ ઝીલ્યો હતો અને તેના પરથી તેઓએ દ્વાદશાંગી-બાર
અંગની રચના કરી હતી. હાલમાં બારમું અંગ “દષ્ટિવાદ” વિરછેદ પામ્યું છે. અગિયાર અંગે વિદ્યમાન છે.
અંગ” શબ્દ સૂત્રરૂપ પુરુષને અંગ તરીકે જાચેલે છે. શ્રી નંદિસૂત્રની ચૂણિમાં સૂત્ર-પુરુષને પરિચય નીચે પ્રમાણે આપવામાં આવ્યો છે.
આચારાંગ અને સુગડાંગ–બે પગ ઠાણાંગ અને સમવાયાંગ-બે નળા ભગવતી અને જ્ઞાતાધર્મકથાંગ–બ જાંઘ ઉપાસકદશાંગ અને અંતકૃદશાંગ-પીઠ તેમજ ઉદર અનુત્તરવવાઈ અને પ્રશ્નવ્યાકરણ–બે હાથ વિપાક-ડેક દષ્ટિવાદ-મસ્તક
૧. આચારાંગ સૂત્રમાં સાધુઓને આચારોનું વર્ણન છે. તેના પચીશ અધ્યયન છે. કલેકપ્રમાણ ૨૫૦૦ છે, તેના પર પૂજ્ય શ્રી શીલાંકાચાર્યની ૧૨૦૦૦ પ્રમાણ ટીકા છે. ચૂર્ણ ૮૩૦૦ કલેકની છે અને પૂજ્યશ્રી ભદ્રબહુ સ્વામીકૃત નિર્યુક્તિ ૩૬૮ કલેકપ્રમાણ છે.
૨. સૂયગડાંગ સૂત્રમાં ઈતર દર્શને બૌદ્ધ, સાથ, મીમાંસક વિગેરેની ચર્ચા અને ઉપદેશ છે. તેના ૨૩