________________
ગુણરત્નસંવત્સર
गुणरत्न षोडशभिर्मासैः संपूर्यते पुनस्तत्र । मासे चैकादिषोडशान्ताः स्युरुपवासाः पञ्चदश ॥१॥
ગુણરૂપી રત્નની પ્રાપ્તિનું કારણ હોવાથી આ ગુણરત્ન તપ કહેવાય છે. ( આ તપ શ્રી મહાવીરસ્વામીના શિષ્ય કંદજીએ આચર્યો હતે. ) તેમાં પહેલા માસમાં એક ઉપવાસ અને એક પારણું, એ રીતે પંદર ઉપવાસ અને પંદર પારણ મળીને ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. બીજે માસે બે ઉપવાસને આંતરે પારણા કરવાથી વીશ ઉપવાસ તથા દશ પારણું મળી ત્રીશ દિવસે પૂર્ણ થાય છે. ત્રીજે માસે ત્રણ ત્રણ ઉપવાસે પારણું કરવાથી વીશ ઉપવાસ તથા અડ પારણા મળી બત્રીસ દિવસ થાય છે. ચોથે માસે ચાર ચાર ઉપવાસ ઉપર પારણું કરવાથી ચોવીશ ઉપવાસ અને છે પારણાં મળીને ત્રીસ દિવસ થાય છે. પાંચમે માસે પાંચ પાંચ ઉપવાસ ઉપર પારણા કરવાથી પચીશ ઉપવાસ અને પાંચ પારણાં મળીને ત્રીસ દિવસ થાય છે. છ માસે જ છે ઉપવાસ ઉપર પારણું કરવાથી ચવીશ ઉપવાસ અને ચાર પારણુ મળીને અઠાવીશ દિવસ લાગે છે. સાતમે માસે સાત સાત ઉપવાસ ઉપર પારણાં કરવાથી એકવીશ ઉપવાસ અને ત્રણ પારણાં મળી ચેવીશ દિવસે પૂર્ણ થાય છે. આઠમે માસે આઠ આઠ ઉપવાસ ઉપર પારણાં કરવાથી ચિવશ ઉપવાસ તથા ત્રણ પારણાં મળીને સત્તાવીશ દિવસ થાય છે. નવમે માસે નવ નવ ઉપવાસ ઉપર પારણા કરવાથી સત્તાવીશ ઉપવાસ અને ત્રણ પારણું મળી ત્રીસ દિવસ થાય