________________
તપાન નાકર
અને નવ ઉપવાસ કરીને થાય છે છઠ્ઠી શ્રેણી છે, સાત, આઠ, નવ, દશ, અગિયાર અને પાંચ ઉપવાસ વડે થાય છે. તથા સાતમી શ્રેણી નવ, દશ, અગિયાર, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસવડે થાય છે. આ તપના દિન ૩૨ તથા પારણના દિન ૪૯ થાય છે. કુલ આ તપ (૪૪૧) દિવસે પૂર્ણ થાય છે. ઉદ્યાપન ભદ્ર તપની પેઠે જાણવું.
કેટલાએક આચાર્યો આ ચારે ભદ્રાદિક તપના ઉદ્યાપનમાં ઉપવાસની સંખ્યા પ્રમાણે પુષ્પ, ફળ, પક્વાન્ન વિગેરે ઢેકવાનું કહે છે. આ તપનું ફળ સર્વ પ્રકારની શાંતિ તથા સર્વ કર્મના ક્ષયની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગરણું વિગેરે તપ નંબર ૨૬ પ્રમાણે જાણવું.
૩૦. ગુણરત્ન સંવત્સર તપ [ રત્ન કરતાં પણ ગુણરૂપી રત્નની કિંમત અનેકગણી ચઢિયાતી છે. ગુણ બનવું અને સાથે સાથે ગુણના રાગી બનવું તે બહુ જ મુશ્કેલ છે. આ વિશ્વમાં ગુણવાળા માણસે મળી આવશે, પણ તે પૈકી કઈ ગુણીજન પ્રત્યે મત્સરી હશે, કેઈ શ્રેષબુદ્ધિવાળા હશે, કઈ કિન્નાખેર હશે, કઈ કપટભાવવાળા હશે; તેથી જ કહ્યું છે કેગુખ રણુજા ર નો વિરોષનઃ પોતે ગુણ અને સાથેસાથ અન્યના ગુણને રાગી શખ્સ તે વિરલ જ હોય છે. ]