________________
મહાભદ્ર
षष्ठयां द्वित्रिचतुःपञ्चषट्सप्तकैरुपोषणैः । सप्तम्यां पञ्चपट्सप्तभूयुग्मत्रिचतुष्टयः ॥ ४ ॥ एवं संपूर्यते सप्तश्रेणिभिर्मध्यपारणैः । महाभद्रं तपः सप्तप्रस्तारपरिवारितम् ॥५॥
આ મહાભદ્ર તપ પૂર્વની જ જેમ થાય છે, તેમાં તપના દિવસો અધિક છે, તે આ પ્રમાણે પ્રથમ શ્રેણીમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ઉપવાસ અનુક્રમે આંતરા રહિત પારણાવાળા કરવા, બીજી શ્રેણીમાં ચાર, પાંચ, છ, સાત, એક, બે અને ત્રણ ઉપવાસ આંતરા રહિત પારણુવાળા કરવા. ત્રીજી શ્રેણિમાં સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છે ઉપવાસ એ જ રીતે કરવા. ચોથી શ્રેણીમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક અને બે, એ પ્રમાણે પૂર્વની જેમ ઉપવાસ કરવા. પાંચમી શ્રેણીમાં છ, સાત, એક, બે, ત્રણ, ચાર અને પાંચ એ પ્રમાણે કરવા. છઠ્ઠી શ્રેણીમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને એક, એ પ્રમાણે ઉપવાસ કરવા. સાતમી શ્રેણીમાં પાંચ, છ, સાત, એક, બે, ત્રણ અને ચાર એ પ્રમાણે આંતરા રહિત પારણાવાળા ઉપવાસ અનુક્રમે કરવા. આ રીતે આ તપમાં ઉપવાસના દિવસ ૧૯૬ તથા પારણાના દિવસ ૪૯ થાય. સર્વ મળીને ૨૪૫ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પૂજા ભણાવવી. યથાશક્તિ ફળ, નૈવેદ્ય, ભેદક વિગેરે ઢાંકવા. ગુરુપૂજા, સંઘપૂજા વિગેરે કરવું. આ તપનું ફળ સર્વ વિનને નાશ તથા