________________
પર
તપોરત્ન ૨નાકર
૨૧. કનકાવલિ તપ કિનકાવલિ એટલે સુવર્ણને હાર. સુવર્ણના હારમાં જેમ શેર–લતાઓ અને દાડિમ-ચંદ્રક હોય છે તેની માફક આ વ્રતમાં તેને અનુસરીને વિવિધ રીતે તપશ્ચર્યા કરાય છે. તેની વિધિ દર્શાવવામાં આવી છે.]
तपसः कनकावल्याः, काहलादाडिमे अपि । लता च पदकं चान्त्यलता दाडिमकाहले ॥१॥ एकद्वित्र्युपवासतः प्रगुणिते संपूरिते काहले, तत्राष्टाष्टमितैश्च षष्ठकरणैः संपादयेदाडिमे । एकाद्यः खलु षोडशान्तगणितैः श्रेणी उमे युक्तितः, षष्ठैस्तैः कनकावलौ किल चतुर्विंशन्मितो नायकः ॥२॥
તપસ્વીઓના હૃદયને શોભાવનાર હોવાથી આ કનકાવલિ નામને તપ કહેવાય છે. તેમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી છઠ્ઠ કરી પારણું કરવું, પછી અઠ્ઠમ કરી પારણું કરવું. એ રીતે એક કાહલિકા પૂર્ણ થાય છે. ત્યારપછી આઠ છઠ્ઠ કરવા, તેથી એક દાડિમ પૂર્ણ થાય છે. ત્યારપછી એક ઉપવાસ કરી પારણું, બે ઉપવાસ કરી પારણું, ત્રણ ઉપવાસ કરી પારણું, એ રીતે અનુક્રમે વધતાં વધતાં સોળ ઉપવાસ કરી પારણું કરવું. એમ કરવાથી હારની એક લતા (ર) પૂર્ણ થાય છે. ત્યારપછી ત્રીશ છઠ્ઠ કરવાથી તે લતાની નીચે પદક