________________
કનકાવલિ
પ૩
સંપૂર્ણ થાય છે. ત્યારપછી સોળ ઉપવાસ કરીને પારણું, પંદર ઉપવાસ કરીને પારણું, ચૌદ ઉપવાસ કરીને પારણું, એ રીતે પ્રતિમે અનુક્રમે ઉતરતાં ઉતરતાં એક ઉપવાસ કરીને પારણું કરવું. એમ કરવાથી હારની બીજી લતા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આઠ છઠ્ઠ કરવાથી તેની ઉપરનું બીજું દાડિમ ઉત્પન્ન થાય છે. ત્યારપછી અઠ્ઠમ કરીને પારણું, પછી છઠ્ઠ કરીને પારણું અને પછી એક ઉપવાસ કરીને પારણું કરવું, તેથી ઉપરની બીજી કાલિકા ઉત્પન્ન થાય છે. અહીં જે ઉપવાસ, છ8 અને અઠ્ઠમ લખ્યા છે તેનું પારણું કરીને તરત બીજે દિવસે જ ઉપવાસાદિક કરવા, પણ વચમાં આંતરું પાડવું નહીં. આ તપમાં કુલ પારણાના દિવસે ૮૮ થાય છે તથા ઉપવાસ ૩૮૪ થાય છે, એટલે આ તપ એક વર્ષ ત્રણ માસ અને બાવીશ દિવસે પૂર્ણ થાય છે. (એ પ્રમાણે ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને અઠ્ઠાવીસ દિવસ થાય છે, એમ ચારગણો તપ કરવાનું શ્રી પ્રવચનસારે દ્ધારમાં કહેલું છે. અહીં પારણમાં પહેલી શ્રેણીએ વિગઈ સહિત ઈચ્છિત ભેજન કરે, બીજી શ્રેણીએ નીવી, ત્રીજી શ્રેણીએ અલેપ દ્રવ્ય એટલે જે ચીજ ખાતાં હસ્ત વિગેરેને લેપ ન થાય એવા ચણા, વાલ વિગેરે ખાવા, તથા ચેથી શ્રેણીએ આંબિલ કરવા. (સર્વ પારણાના દિવસો એકાસણાના જ છે.)
ઉદ્યાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. ઉપવાસની સંખ્યા પ્રમાણે સુવર્ણ ટંકની માળા બનાવી પ્રભુના કંઠમાં નાંખવી. તરા છએ વિગઈના પફવન્નો, વિવિધ ફળ વિગેરે ઢોકવાં. સાધુઓને અન્નદાન