________________
૫૮
તપોરન રત્નાકર
પ્રાણી નથી, તેથી જ તે સર્વશ્રેષ્ઠ પ્રાણી ગણાય છે. તેની એ ખાસિયત છે કે-જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ પોતાની પીઠ પાછળ નજર કરતો જાય છે. તેની દૃષ્ટિની માફક જે તપ કરાય છે તે “સિંહનિષ્ક્રીડિત” કહેવાય છે.) गच्छन् सिंहो यथा नित्यं पश्चाद्भागं विलोकयेत् । सिंहनिष्क्रीडिताख्यं च तथा तप उदाहृतम् ॥ १ ॥ एकद्व्येकत्रियुग्मैर्युगगुणविशिखैर्वेदषट्पञ्चताक्ष्यैः, पटकुभाश्वनिधानाष्टनिधिहयगजैः पड़हयैः पञ्चषभिः । वेदैर्बाणैयुगद्वित्रिशशिभुजकुभिश्चोपवासैश्च मध्ये, कुर्वाणानां समन्तादशन मिति तपः सिंहनिष्क्रीडितं स्यात् ।।
જેમ સિંહ ચાલતાં ચાલતાં પાછળ ભાગ જુએ છે, તે જ પ્રમાણે સિંહનિષ્ક્રીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ, પછી ચાર ઉપવાસ, પછી ત્રણ, પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આડ એ પ્રમાણે ઉપવાસ કરી પારણું કરવું. પછી પશ્ચાનુપૂર્વીએ લેવું એટલે કે પ્રથમ નવ ઉપવાસ, પછી સાત, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી છે, પછી ત્રણ, પછી એક, પછી બે અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં ઉપવાસના દિવસ