________________
૫૫
મુક્તાવલિ
માં ઉપવાસાદિક સેળ સુધી બે આવળી આનુપૂર્વ વડે તથા પશ્ચાતુપૂવી વડે અનુક્રમે જાણવી. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી છઠ્ઠ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી અડ્ડમ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારાણું પછી ઉપવાસ ઉપર પારણું, પછી પાંચ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી છે ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી સાત ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, એ રીતે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીએ લેવું એટલે કે પ્રથમ સેળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપ વાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી તેર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું-એ રીતે છેવટ એક ઉપવાસ ઉપર પારણું કરવું. આ પ્રમાણે ઉપવાસ ૩૦૦ તથા પારણાના દિવસ ૬૦ મળી એક વર્ષે આ તપ પૂર્ણ થાય છે. તેને કનકાવળીની જેમ ચાર વાર કરવાથી ચાર વર્ષે પૂજા થાય છે. તપને અંતે ઉદાપનમાં મોટી સ્નાત્ર વિધિપૂર્વક પૂજા ભણાવીને પ્રભુના કંઠમાં મુક્તાવલી (મોતીની માળા) આરોપવી. સંધ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી વિવિધ પ્રકારના ગુણોની શ્રેણું પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગરણું “નમે અરિહંતાણ – ની નવકારવાળી વીશ ગણવી. સાથિયા વિગેરે બાર બાર કરવા.