________________
૩૬
તરત્ન ૨ નાકર
જે વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય. તે તપ આ રીતે કરે. પ્રથમ ભાષભદેવજીને આશ્રયી એક એકાસણું કરવું. શ્રી અજિતનાથજીને આશ્રયી બે એકાસણાં કરવા. એ રીતે વધતાં શ્રી મહાવીર સ્વામીને આશ્રયી ચોવીશ એકાસણી કરવાં. ત્યાર પછી પશ્ચાનુપૂર્વીવડે શ્રી મહાવીર સ્વામી આશ્રયી એક એકાસણું, શ્રી પાર્શ્વનાથ આશ્રયી બે એકાસણું, એ રીતે કરતાં શ્રી કષભદેવજી આશ્રયી ર૪ એકાસણાં કરવાં. અર્થાત દરેક જિનને આશ્રયીને પચીશ પચીશ એકાસણાં કુલ થાય છે.
અથવા એકી સાથે દરેક જિનને આશ્રયીને પચીશ પીશ એકાસણી કરવાં.
આ બન્ને રીતે કરતાં કુલ છ દિવસે એટલે છ એકાસણે આ તપ પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં ચોવીશ જિનેશ્વરની મટી સ્નાત્ર પૂજા કરી ચાવીશ વીશ પુષ્પ, ફળ, પકવાન્ન, મેદક વિગેરેથી પૂજા કરવી. તથા જે દિવસે જે તીર્થકર આશ્રયી તપ ચાલતું હોય તે દિવસે તે દેવની વિશેષ પૂજાભક્તિ કરવી. સંઘની પૂજા, વાત્સલ્ય કરવું. આ તપનું ફળ તીર્થંકરનામકર્મને બંધ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ઉપર જે એકાસણું કરવાના કહ્યાં છે તે બદલ ની અથવા આંબીલ કરવાનું જૈનપ્રબોધ તથા જૈનસિંધુમાં કહ્યું છે.
જે જે તીર્થકરને તપ ચાલતું હોય તે તે તીર્થકરના નામનું ગરણું વીશ નવકારવાળીનું ગણવું. સાથિયા, ખમાસમણ અને લેગસ્સ બાર બાર કરવા.