________________
શ્રી જિન દીક્ષા
દીક્ષા પ્રસંગે જ્યારે રજોહરણ(ઘા)ની પ્રાપ્તિ થાય છે ત્યારે માનવી હર્ષાતિરેકથી નાચી ઊઠે છે, તે એમ સૂચવે છે કે આ ભયંકર ભવ-સાગરમાંથી તરવા માટે પ્રવહણ સમાન આ રજોહરણ મને પ્રાપ્ત થયું છે. જિનેશ્વર ભગવંતેની દીક્ષાને આશ્રયીને આ તપ કઈ રીતે કરે તે નીચે દર્શાવ્યું છે
दीक्षातपसि चाहद्भिर्येनैव तपसा व्रतम् । जगृहे तत्तथा कार्यमेकान्तरितयुक्तितः ॥१॥
અરિહંતની દીક્ષાને અનુકરણ કરનારો તપ, તે દીક્ષાત કહેવાય છે, તેમાં જે તીર્થકરે જે તપસ્યા કરીને દીક્ષા ગ્રેડ કરી હોય તે તપ એકાંતરિતની યુક્તિવર્ડ કરે. એટલે કે શ્રી સુમતિનાથ સ્વામીએ એકાસણું કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને એકાસણું કરવું. શ્રી વાસુપૂજ્ય સ્વામીએ ઉપવાસ કરીને દીક્ષા લીધી તેથી તેને આશ્રયીને ઉપવાસ કરે. શ્રી પાર્શ્વનાથજીએ અને શ્રીમલ્લિનાથજીએ અમ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક અઠ્ઠમ કરે, બાકીના વીશ તીર્થકરેએ છઠ્ઠ કરીને દીક્ષા લીધી તેથી તેમને આશ્રયીને એક એક છઠ્ઠ કરવો. સર્વ મળીને ૪૭ ઉપવાસ તથા એક એકાસણું થાય. દરેક પ્રભુ આશ્રયી તપના અંતરમાં એકાસણું કરવું એટલે ૭૦ દિવસે તપ પૂર્ણ થાય કેમકે અંતરના ર૩ દિવસમાં એક એકાસણું પાંચમા પ્રભુ આશ્રયી કરવાનું હોવાથી ૨૨ દિવસ આંતરાના થાય. ઉદ્યાનમાં એકાસણું કરી મોટી રાત્રવિધિએ જિનેશ્વરનું સ્નાત્ર