________________
૪૩
તીર્થકર નિર્વાણ પામ્યા હોય, તે તપ તે જ પ્રકારે એકાંતરની યુક્તિવડે કરે. તેમાં શ્રી આદિનાથજી છે ઉપવાસ કરીને મુક્તિ પામ્યા છે, મહાવીરસ્વામી છઠ્ઠ તપવડે નિર્વાણ પામ્યા છે. બાકીના બાવીશ તીર્થકરો એક માસ ઉપવાસવર્ડ મેક્ષપદ પામ્યા છે, તે સર્વ તપને ઉપવાસે એકાંતર એકાસણવડે કરવાનું કારણ કે એ પ્રમાણે અવિચ્છિન્ન તપ કરવાની હાલમાં શક્તિ નથી. ઉદ્યાપનમાં મેટા નાવપૂર્વક ચવીશ વશ મેદક, ફળ વિગેરે ઢેકવા. સાધુભક્તિ, સંઘભકિત કરવી. આ તપનું ફળ આઠ ભવની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને આ તપ ચાલતો હોય તેના સાથે “પારંગતાય નમઃ” એ એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ તપને કલ્યાણક તપમાં સમાવેશ થાય છે, પણ તેમાં એટલે વિશેષ છે કે-કલ્યાણકને તપ આગાઢ હોવાથી કલ્યાણકના દિવસને સ્પર્શ કરીને જ તે કરવામાં આવે છે. અને આ ત્રણ તપે તે અનાગાઢ હોવાથી તે તે તપની સંખ્યાએ કરીને કરવામાં આવે છે. એટલે કે એક દિવસે ચ્યવન અને જન્મ કલ્યાણક હોય તે ઉપવાસથી કલ્યાણક તપ કરનાર એક કલ્યાણકની આરાધના કરી બીજા કલ્યાણકનું આરાધન બીજે વર્ષે તે દિવસે કરે છે. અને એકસણુ કે આંબીલવડે કલ્યાણક તપ કરનાર એક તીર્થકરના કે એ તીર્થકરના કલ્યાણકની આરાધના કરીને બાકી રહેલ આરાધના બીજે વર્ષે તે દિવસે કરે છે. એટલે તે તપ કલ્યાણકની