________________
તીર્થકર નિર્વાણ
૪૧ અઠ્ઠમવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેથી તેમને આશ્રયીને ચાર અઠ્ઠમ કરવા, શ્રી વાસુપૂજ્યસ્વામીને એક ઉપવાસવર્ડ કેવળજ્ઞાન થયું તેથી તેને આશ્રયીને એક ઉપવાસ કરે. બાકીના ઓગણીશ તીર્થકરને છડૂવડે કેવળજ્ઞાન થયું તેથી તેમને આશ્રયીને ૧૯ છઠ્ઠ કરવા. સર્વ મળી ઉપવાસ એકાવન થયા. તે આંતરે એકાસણુવાળા કરવા. જેથી ૭૪ દિવસે એ તપ પૂર્ણ થાય તેમાં ૨૩ અંતરના ૨૩ એકાસણું સમજવા. ઉદ્યાપનમાં દીક્ષા તપ પ્રમાણે કરવું, પણ માદક વિગેરે પર ઢાકવા.
આ તપનું ફળ વિશુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ અને શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને તપ ચાલતો હોય તે પ્રભુના નામની સાથે “સર્વ જ્ઞાય નમઃ” એ પદ જોડી નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
ઉપર પ્રમાણે છઠ્ઠ, અઠ્ઠમ કરવાની પણ શક્તિ ન હોય તે એકાંતર એકાસણા વડે ૫૧ ઉપવાસ કરવા જેથી ૧૦૧ દિવસે તપ પૂર્ણ થાય.
૧૭. તીર્થકર નિર્વાણ તપ [સકલ કર્મને લય કરી મુક્તિ પદ પ્રાપ્ત કરવું તે નિર્વાણ. આજકાલ “નિર્વાણ” શબ્દને જેમ તેમ ઉપયોગ કરવામાં આવે છે તે સંગત નથી. જેમકે અમુક પુરુષની