________________
તપોરન રત્નાકર કરી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી, છએ વિગઈના પદાર્થો તથા મોદક ૪૮, ફળ ૪૮, વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. આ તપ કરવાથી નિર્મળ વ્રતની પ્રાપ્તિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગઢ તપ છે. જે તીર્થંકરના નામને તપ ચાલતો હોય તે પ્રભુના નામની સાથે “નાથાય નમઃ” એટલું પદ જેડી ગરણું વીશ નવકારવાળીનું ગણવું, તથા સાથીયા વિગેરે બાર બાર કરવા.
ઉપર પ્રમાણે છઠું, અડ્રેમ કરવાની પણ શક્તિ ન હોય તે એકાંતર એકાસણા વડે ૪૭ ઉપવાસ ને એક એકાસણું કરી ૯૪ દિવસે તપ પૂર્ણ કરે.
૧૬. તીર્થકર જ્ઞાન તપ નવમ, દશમા અને અગિયારમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર તપના વિવેચનમાં જ્ઞાન સંબંધી વિવેચન થઈ ગયું છે એટલે તે સંબંધમાં પુનઃ વિવેચન કરવું યોગ્ય નથી.]
येन तीर्थकृता येन तपसा ज्ञानमाप्यते । तत्तत्तथा विधेयं स्यादेकान्तरितवृत्तितः ॥१॥
તીર્થકરના જ્ઞાનને અનુકરણ કરનારો તપ, તે જ્ઞાન તપ કહેવાય છે. તેમાં જે તીર્થકરે જે તપવડે જ્ઞાનને પ્રાપ્ત કર્યું, તે તીર્થકરને આશ્રયીને તપ એકાંતર વૃત્તિવડે કર. એટલે કે શ્રી આદિનાથ, મલ્લિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ