________________
તપોરન ર નાકર
તિથિનિબદ્ધ છે. અને દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકના ઉપર બતાવેલા તપ તે તીર્થંકર ભગવતે કરેલા તપના ઉપવાસ પ્રમાણે કરવાના છે. તેને માટે અમુક દિવસે કરવાનો નિયમ નથી. તેમાં પણ નિર્વાણ કલ્યાણક સંબંધી તપ તે રર માસ અને આઠ દિવસ પ્રમાણને હોવાથી એકાંતર ઉપવાસવડે કરતાં માસ ને ૧૬ દિવસે થઈ શકે છે.
૧૮. ઊરિક તપ (પાંચ પ્રકારે)
[દરિકા એટલે નિયત પ્રમાણ કરતાં ઊણા રહેવું તે. તપને બાહ્ય તપના જે છ પ્રકાર છે તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે. શ્રી આચારપ્રદીપ ગ્રંથમાં કહ્યું છે કે સનમુરमूनोदरम् तस्य करणमूनोदरिका ।
પુરુષ તથા સ્ત્રીના આહારનું પ્રમાણ કેટલું? તે સંબંધમાં કહ્યું છે કે
बत्तीस किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसरस महिलिआए, अट्ठावीस हवे कवला ।। कवलाण य परिमाण, कुक्कुडि-अडय-पमाणमेत्तं तु । जो वा अविगिय-बयणो, वयणम्मि छुहेज्ज वीसत्यो ।
સામાન્ય રીતે પુરુષને બત્રીશ ળિયા અને સ્ત્રીને અઠ્ઠાવીશ ળિયાનું ભજન-પ્રમાણું હોય છે. કેળિયાનું પ્રમાણુ કુકડીના છેડા જેટલું યા તે મુખ પડેલું કર્યા સિવાય સરલતાથી મુખમાં મૂકી શકાય તેટલું સમજવું.
આ ઊદરિકા ત પાંચ પ્રકારે કરી શકાય છે, તેનું વિશેષ વિવેચન નીચે વિધિમાં દર્શાવ્યું છે.]