________________
તરત્ન રત્નાકર ૧૫. શ્રી જિન દીક્ષા તપ રાગ અને દ્વેષ આદિ સર્વ દોષોથી રહિત તેનું નામ વિન. સંસ્કૃત ધાતુ -એટલે જીતવું, તેના પરથી ઉત્તર શબ્દ બનેલ છે. અડું , પરમાત્મા, વીતરાગ, પરમેષ્ટી વિગેરે તેના પર્યાયવાચક શબ્દ છે, ચાલુ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રને આશ્રયીને જે ચોવીશ તીર્થકરો–ભગવતે થયેલા છે તે નિન કહેવાય.
દીક્ષા એટલે સર્વવિરતિ. સંસારના કંચન તથા કામિન્યાદિ સંગ છોડી, સમગ્ર ગૃહ તથા કુટુંબની જંજાળ ત્યજી દઈ ઉચ્ચ કલ્યાણ પંથે આરૂઢ થવાની આકાંક્ષાથી પંચમહાતપાલનરૂપ જે પ્રતિજ્ઞા ગ્રહણ તે સર્વવિરતિ અથવા દીક્ષા.
શ્રી સ્થાનાંગજી સૂત્રના પાંચમા સ્થાનકમાં કહ્યું છે કેपञ्च महव्वया पण्णत्ता, तं जहा-१ सव्वाओ पाणाइवायाओ वेरमणं, २ सञ्चाओ मुसावायाओ वेरमण जाव ५ सव्वाओ રહૃાા વેરમા અર્થાત્
૧ હિંસા, ૨ અસત્ય, ૩ તૈય, 8 મૈથુન અને પ પરિગ્રહનો સર્વથા ત્યાગ તેનું નામ સર્વવિરતિ અથવા ભાગવતી દીક્ષા.
દીક્ષા–સ્વીકાર સિવાય આ જીવને કદી મુક્તિ પ્રાપ્ત થવાની નથી. એ પારકવરી દિક્ષા દશ દષ્ટાંતે દુર્લભ અ! માનવ દેહ સિવાય બીજે પ્રાપ્ત પણ થવાની નથી. એટલે જ સુખ-સાહ્યબીમાં અનેકગણા ચડિયાતા એવા ઇંદ્રમહારાજાદિ દેવ વિરતિવાળાને પૂજનીય માને છે. પૂજાની ઢાળમાં કહ્યું છે કે “વિરતિને પ્રણામ કરીને, ઈદ્ર સભામાં બેસે રે.