________________
તપોરત્ન રત્નાકર
शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् ।
सततारम्भिणा जन्तु-घातकेनाशुभम् पुनः ॥७७! કર્ણાદિક કિયાવાળા શરીરથી આત્મા “શુભ કર્મને સંચય કરે છે તેમજ સતત આરંભવાળા અને પરિણામે જીવ-હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કર્મ ઉપાર્જન કરે છે.
મનોવેગ, વચન અને કાયેગને શુદ્ધ કરવા માટે નીચેને તપ આવશ્યક છે
योगे प्रत्येकं विकृतिकाचाम्लं चाप्युपोपितम् । एवं नवदिनोगशुद्धिः संपूर्यते तपः ॥१॥
આ તપ મન, વચન અને કાયાને વેગ(વ્યાપાર)ને શુદ્ધ કરનાર હોવાથી શુદ્ધિ નામે કહેવાય છે, તેમાં મ ગને આશ્રયીને પહેલે દિવસે નવી, બીજે દિવસે
આયંબીલ અને ત્રીજે દિવસે ઉપવાસ. એ રીતે વચન અને કાયાના યુગને આશ્રયીને પણ ત્રણ ત્રણ દિવસ કરવું. એટલે નવ દિવસે આ તપ પૂર્ણ થાપ છે. ઉધ્યાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન પાસે છ વિગયના પદાર્થો તથા નવ નવ મેદક, ફળ વિગેરે હેકવા. જ્ઞાનપૂજા તથા દેવપૂજા કરવી, અષ્ટમંગલિક કરવાં. આ તપ કરવાથી મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
ઉઘાપને અષ્ટ મંગળ કરાવવાનું જૈન પ્રબોધમાં લખ્યું છે. ગરણું વિગેરે નીચે પ્રમાણે—