________________
ગાન, દશન, ચારિત્ર
૯-૧૦-૧૧, જ્ઞાન, દર્શન, ચારિત્ર ત૫.
જ્ઞાન [ આત્મતત્વની ઓળખાણ કરવી યા તે વાસ્તવિક કલ્યાણ-સાધનના માર્ગની ઓળખાણ કરવી તે સમ્યગજ્ઞાન. જો કે જ્ઞાન અને ક્રિયાનું પરસ્પર સાહચર્ય છે છતાં તેમાં જ્ઞાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેમકે, નહિ જ્ઞાનેન सदशं पवित्रमिह विद्यते ।....सम्यगजानक्रियाभ्याम् मोक्षः । પ્રથમ જાણ્યા પછી તે તે કાર્યને આચરણમાં મૂકી શકાય છે. જૈનાગમમાં જ્ઞાનને પાંચ પ્રકાર દર્શાવ્યા છે–૧. મતિ. જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવજ્ઞાન, ૫. કેવળજ્ઞાન,
૧. મતિજ્ઞાન-પાંચ ઈન્દ્રિયે અને મનદ્વારા જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન. આંખથી જેવાય, જીભથી ચખાય, નાકથી સુંઘાય, કાનથી સંભળાય અને ચામડીથી સ્પર્શ કરાય તે બધું મતિજ્ઞાન છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક અને અનુમાન એ પણ મતિજ્ઞાનનો જ વિષય છે. મતિજ્ઞાનના કુલ અઠ્ઠાવીશ ભેદો છે.
૨શ્રુતજ્ઞાન-શબ્દથી કે શાસ્ત્રકારો જે બોધ થાય તે પ્રતજ્ઞાન, પીસ્તાલીશ આગ, પંચાંગી તેમજ બીજા શાસ્ત્રીય
ને કૃતજ્ઞાનમાં સમાવેશ થાય છેઃ કૃતજ્ઞાનના કુલ ચૌદ ભેદો છે.
૩ અવધિજ્ઞાન-મન અને ઇન્દ્રિયની અપેક્ષા વિના આત્માને રૂપી પદાર્થોનું જે મર્યાદિત જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. અવધિજ્ઞાનના અનુગામી, અનનુગામી વિગેરે છ ભેદ છે.