________________
તરત્ન રત્નાકર
૪. મન:પર્યવજ્ઞાન-માત્ર મનના પર્યાયને પ્રત્યક્ષ જાણે. મન:પર્યવજ્ઞાની અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિયના મનના પર્યાયને પ્રત્યક્ષ જાણે અને મને ગત ભાવને અનુમા નથી જાણી શકે. તેના વિપુલમતિ ને બાજુમતિ એવા બે ભેદ છે.
૫. કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન. સર્વદ્રવ્ય અને સર્વ પર્યાનું જે જ્ઞાન તે કેવળજ્ઞાન, કેવળજ્ઞાનને બીજો ભેદ નથી.
આ રીતે પાંચે જ્ઞાનના ૨૮+૧૪+૬+૨+૧=કુલ એકાવન ભેદો છે તે ગુરુગમથી જાણવા.
શાસ્ત્રકારોએ જ્ઞાનની અત્યંત મહત્તા ગાઈ છે. અહીં તે એક જ ઉક્તિ ટાંકીએ
बहु कोडयो वरसे खपे, कर्म अज्ञाने जेह । ज्ञानी श्वासोच्छ्वासमां, कर्म खपावे तेह ॥
દર્શન દર્શન એટલે દષ્ટિ. વિવેકદષ્ટિરૂપ તત્ત્વશ્રદ્ધા એ સમ્યગદર્શન અથવા સમ્યકત્વ. સત્ય પ્રાપ્ત કરવા માટેની આતરિક જાગૃતિ કે રુચિ તે જ સાચી શ્રદ્ધા કહેવાય છે અને તે જ સમ્યકત્વ છે. સમ્યગદર્શનને ત્રણ ભેદો નીચે પ્રમાણે છે
૧. ક્ષાયિક સમ્યગદર્શન–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તથા સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ક્ષયથી જે સત્ય તત્વની રુચિ થાય તે.
૨. ઓપશમિક સમ્યકત્વ-મિથ્યાત્વમેહનીય વિગેરે ઉપરની સાત પ્રકૃતિઓના ઉપશમથી જે સત્ય તત્ત્વની રુચિ થાય તે.