________________
ચાંદ્રાયણ
૩૩
ચંદ્રનું અયન એટલે જવું તે અર્થાત હાનિ અને વૃદ્ધિ, તેણે કરીને જે થયેલું તે ચાંદ્રાયણ તપ કહેવાય છે. તે બે પ્રકારે છે. પહેલું યવમધ્ય અને બીજું વજમધ્ય. તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે-જવની જેમ જેને મધ્યભાગ સ્થૂળ હોય અને આદિ-અંત ભાગ હીણ (પાતળ) હોય તે યવમધ્ય કહેવાય છે. તથા વજીની જેમ જે વચ્ચે સૂક્ષ્મ (પાત) હોય અને આદિ અંતમાં સ્થૂલ હોય તે વજમધ્ય કહેવાય છે. અહીં સ્થૂલતા અને હીનતા(સૂક્ષ્મતા)એ કરીને દત્તિ તથા ગ્રાસની બહુલતા અને પિતા જાણવી. પહેલું યવમધ્ય ચદ્રાયણ આ પ્રમાણે કરવું-શુકલપક્ષની પ્રતિપદાને દિવસે એક, બીજને દિવસે બે, એમ એક એક દત્તિ તથા કવળની વૃદ્ધિ કરી પૂર્ણિમાને દિવસે પંદર દત્તિ તથા કવળ લેવા. પછી કૃષ્ણપક્ષના પડવાએ પંદર, બીજને દિવસે ચૌદ, એમ એક એક દત્તિ તથા કવળ ઓછો કરી અમાવાસ્યાએ એક દત્તિ તથા કવળ લે. એ પ્રમાણે યવમધ્ય ચાંદ્રાયણ યતિ તથા શ્રાવકને બન્નેને માટે જાણવું. વજમધ્ય ચાંદ્રાયણ સાધુ અને શ્રાવકને બન્નેને આ પ્રમાણે જાણવું. કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભીને પંદર ગ્રાસ તથા દત્તિમાંથી એક એક ઓછો કરવાથી અમાવાસ્યાને દિવસે એક એક ગ્રાસ અને દત્તિ રહે છે, પછી શુકલપક્ષને પડવાથી આરંભીને એક એક ગ્રાસ અને દત્તિની વૃદ્ધિ કરી પૂર્ણિમાએ પંદર ગ્રાસ તથા દત્તિ થાય છે. આ પ્રમાણે વજમધ્ય ચાદ્રાયણ પણ એક માસે પૂર્ણ થાય છે. એ રીતે યવમધ્ય અને મધ્ય ચાંદ્રાયણ બે માસે પૂર્ણ થાય છે. અહીં દત્તિની જે સંખ્યા ત-૩