________________
અષ્ટ કર્મસૂદન ચેથી રીત
અથવા પ્રથમ એક અઠ્ઠમ કરીને પારણું કરવું. પછી ત્રીશ એકાંતર ઉપવાસ કરવા. પછી એક અઠ્ઠમ કરીને પારણું કરવું. પછી ત્રીશ ઉપવાસ એકાંતર કરવા. છેલ્લે એક અઠ્ઠમ કરીને પારણું કરવું. આ રીતે કરતાં ઉપવાસ ૬૯ તથા પારણાં ૬૩ મળી ૧૩૨ દિવસે તપ પૂર્ણ થાય છે. (આ તપને મહાધર્મચકવાલ તપ પણ કહે છે.)
પ-૬. લઘુ અષ્ટાનિકા તપદ્ધય. [આઠ આઠ દિવસના તપને “અષ્ટાનિક” કહેવાય છે, જેમ આઠ દિવસના મહોત્સવને આપણે “અષ્ટાનિકા” મહો. સવ કહીએ છીએ. જે દિવસમાં આ તપ કરવામાં આવે છે તે દિવસો શાશ્વતી અઠ્ઠાઈના પવિત્ર દિવસે છે, તે આ તપની વિશિષ્ટતા છે.] अष्टमीभ्यां समारभ्य, शुक्लाश्वयुतचैत्रयोः । राका यावत्सप्तवर्षे स्वशक्त्याऽष्टाह्निकातपः ॥१॥
આ આઠ આઠ દિવસનો તપ હેવાથી અષ્ટહિનકા તપ કહેવાય છે. આ તપ આશ્વિન અને ચૈત્ર માસની શુકલ અષ્ટમીએ આરંભ કરી પૂર્ણિમાએ પૂર્ણ કરે. હંમેશાં પોતાની શક્તિ પ્રમાણે એકાસણું, નવી, આંબીલ કે ઉપવાસ કરે. એ પ્રમાણે સાત વર્ષ સુધી કરવું. તપના દિવસમાં મટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરવી. ઉદ્યાનમાં છપ્પન છપન ભેદક, ફળ, પુષ્પ વિગેરેવડે દેવપૂજા કરવી. સાધુને દાન દેવું. યથાશક્તિ સંઘપૂજા કરવી. આ બને તપ