________________
૭૭ પણ હે માનવ ! તું વિચાર કર કે સાચું સુખ કોને કહેવાય ?
શાસ્ત્રકારે આના ઉત્તરમાં એક જ ફરમાવે છે કેસર્વ પરવશ ટુર્ણ, સમાજમાં સુરમ્ | લક્ષ્મી હોવી એ સુખ ખરું, પણ એ સુખ લક્ષ્મીને આધીન છે. એ લક્ષ્મી મેળવવામાં કેટલું દુઃખ ? મેળવ્યા પછી એને સાચવવાનું કેટલું દુઃખ? કઈ ચેર-લૂંટારુ ઉપાડી જાય તેય દુઃખ અને કદાચ ન મળે તે અપાર દુઃખ. કેઈએ પુત્રમાં સુખ માન્યું પણ પ્રથમ તે એને પેદા કરવામાં દુઃખ, એને ઉછેરીને મોટો કર્યો અને એ નાસી ગયે યા મરી ગયે, તેય દુઃખ. એ પુત્ર દુર્ગુણી નીવડ્યો તેય દુઃખ જ દુઃખ
આમ હે આત્મન ! જેને તું સુખ માની રહ્યો છે, એ બધું તે તે વસ્તુને આધીન છે, તારે આધીન નથી. અને જે વસ્તુ પરાધીન છે, તે દુઃખનું જ મૂળ છે.
ત્યારે પ્રશ્ન થાય છે સાચું સુખ કેને કહેવું? આના જવાબમાં જ્ઞાનીએ ફરમાવે છે કે –
यन्न दुखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ॥
જે સુખમાં દુઃખને અંશ પણ ન હોય, જે મળ્યા પછી કદી પાછું ન જાય અને જે મળ્યા પછી આગળ વધુ સુખ મેળવવાની અભિલાષા પણ ન થાય, તેનું નામ સાચું સુખ.