________________
૫૦
સમુદાયના મહાન ગૌરવ સમાન પ. પૂજ્ય શ્રી રત્નાકર વિજયજી મહારાજ સાહેબ અપૂર્વ અખંડ તપશ્ચર્યા કરવા દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે. શાસનદેવ તેમની આ શુભ ભાવનાયુક્ત ઉપાડેલ મહાન તપશ્ચર્યા નિર્વિદને પાર પાડવામાં સહાયભૂત થાય એવી અમારી ભાવપૂર્વકની ક્ષણેક્ષણની શુભ અભ્યર્થના યુક્ત પ્રાર્થના છે. અમારાવતી તેઓશ્રીની સુખશાતાની પૃચ્છા કરશે. તથા ભાવપૂર્વકની વંદના કહેશે.
કાન્તિલાલ બ્રધર્સ
મુંબઈ તા. રર-૧૦-૮૦. પ.પૂ. તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મ. સા. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા આપની નિશ્રામાં કરી રહ્યા છે. તે જાણી ખૂબ જ આનંદ થયે. પૂજ્યશ્રીની તપશ્ચર્યાથી જૈન જગતમાં એક અવર્ણનીય આનંદ છવાઈ ગયે છે. કયાં ને ત્યાં આજે તપશ્ચર્યાની અનુમોદના થઈ રહી છે. અને મહુવા સાથે સંકળાયેલા હોવાથી સહુ કે ગામના શ્રાવકે અને સંઘના આગેવાને પૂજ્યશ્રીની સુખશાતા અને તપશ્ચર્યા અંગે પૂછી રહ્યા છે. અમે તેને કહીએ છીએ કે તપશ્ચર્યામાં દિનપ્રતિદિન ખૂબ જ શાતાપૂર્વક પૂ. મુનિરાજશ્રી રત્નાકરવિજયજી આગળ વધી રહ્યા છે. આ જાણી સૌ કેઈ આનંદિત થાય છે.