________________
પપ જૈન ઉપાશ્રય-બરાબજાર
મુંબઈ ૨૮-૧૦-૮૦ પૂજ્યપાદ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિની સેવામાં
લિ. આ. વિજ્ય વિશાલસેન સૂરિ. ગણિ રાજશેખર વિજયજી આદિને સવિનય વંદન અવધારશે.
વિ. જ. કે. મહા તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ.ની અતિહાસિક મહા તપસ્યા આપશ્રીની પરમકૃપા અને દેવની સહાયથી પરિપૂર્ણ થતાં શ્રી જિનશાસનને મહા જય જયકાર અને અભુત પ્રભાવના થઈ છે.
અમે પણ અહીં વ્યાખ્યાનમાં તપ-તપસ્વીની ગુણ ગાથા ગાઈ અનુદના ખૂબ કરી છે. તે સાંભળી ઘણા ભાવિકે પણ ગદગદ્ થઈ ગયા છે.
આપશ્રીની પવિત્ર નિશ્રામાં ત્યાં સમગ્ર મહુવા જ નહીં પણ આ દેશ ધન્ય બની રહ્યો છે. તપસ્વી મુનિશ્રીનું પારણું ખૂબ ખૂબ ધામધૂમથી થયું હશે. ને તેમનું સ્વાથ્ય પણ ઘણું સારું હશે. તેમની સ્વસ્થતા, અપ્રમત્તતા અને શાલીનતાને લેકે અહોભાવથી ગાય છે. હરખાય છે.