________________
પાંચક્રોડ મુનિ પરિવાર સાથે ચૈત્રી પૂર્ણિમાને પવિત્ર દિવસે શ્રી સિદ્ધાચલ ઉપર પરમપદ-મુક્તિ પામેલા છે અને શ્રી કષભસેન જેમનું બીજું નામ પુંડરીક ગણધર ભગવંત જેના પરમ પાવન નામથી તીર્થાધિરાજ શ્રી પુંડરીકગિરિથી પ્રસિદ્ધ છે. તેમને ઘણું જ વિસ્તારથી શ્રી શત્રુંજય ગિરિને મહિમા વર્ણવ્યું હતું. સર્વલબ્ધિસંપન્ન શ્રી ગૌતમ ગણધર ભગવતે તથા શ્રી સુધર્માસ્વામી ભગવતે વિસ્તારથી તીર્થાધિરાજને મહિમા વર્ણવ્યો હતે.
આ મહિમા વર્ણનમાં કદમ્બગિરિના મહિમાને પણ ઉલ્લેખ મળે છે. આ અવસર્પિણી કાળના જીના ઉપકારાર્થે શ્રીમાન ધનેશ્વરસૂરિજી મહારાજે શ્રી શત્રુંજ્ય માહાસ્ય ગ્રંથ બનાવ્યું તે શત્રુજ્ય માહિત્યમાં શ્રી કદમ્બગિરિને મહિમા વિસ્તારથી છે.
ધન્ય કદમ્બગિરિ ! ધન્ય તીર્થભૂમિ!
સૌરાષ્ટ્રના સૌંદર્ય ધામ ગણાતા મધુપુરીમહુવા વીરક્ષેત્ર છે. જાવડશા અને હાંસા મંત્રીના પુત્ર જગડુશા જેવા દાનવીરે મહુવાના રહે છે. અહીં જીવિતસ્વામી શ્રી મહાવીર સ્વામીની મનહર પ્રતિમા છે. સૂરિસમ્રાટુ તાર્થોદ્ધારક તપાગચ્છાધિરાજ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. પણ મહુવાના મહાન રત્ન હતા. પરમ પૂજ્ય કૃપાળુ આચાર્યપ્રવર ૧૯૬૬ની સાલમાં કદમ્બગિરિ તીર્થમાં પધાર્યા.
આ ભૂમિ તે તીર્થભૂમિ હતી. અહીંના પરમાણુઓ મહાપવિત્ર હતા. વાતાવરણ પણ રમ્ય હતું. વૃક્ષરાજી,