________________
પ
આ ચાતુર્માસ મહુવાના ઇતિહાસમાં સુવર્ણાકારે અંકિત થયું ગણાશે. આવી ઉગ્ર તપસ્યા ખાદશાહ મોગલસમ્રાટ અકબરના સમયે શ્રાવિકા ચ'પાબેને કરી. છ માસની ઉગ્ર તપસ્યાની વાત સાંભળીને ખૂદ બાદશાહે પણ ચ'પાશ્રાવિકાની અનુમાદના કરી તેને સુખશાતા પૂછવા ગયાના દાખલે ઇતિહાસમાં અકિત છે. ત્યાર પછી કોઈ મેાટી તપશ્ચર્યા થઈ હાય તેવું સાંભરતુ નથી. અથવા કયાંય નોંધનીય ઉલ્લેખ પણ નથી, આ તપશ્ચર્યા (૧૦૮ ઉપવાસ ) જૈન જગતમાં હાલના સમયમાં ખૂબ જ ઉગ્ર તપશ્ચર્યાં ગણાય આજે વિશ્વના શારીરિક વિજ્ઞાનના નિષ્ણાતને પણ પાતાના વિચારો બદલી નાખવા પડશે. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાથી જગતનુ ડોકટર ગ્રુપ પણ વિચારણા કરતું થઈ ગયું છે તે જાણવા
મળે છે.
પૂ. આ. ભગવંતશ્રી મેરુપ્રભસૂરીશ્વરજીના પુણ્ય પ્રભાવે મહુવા આજે જગતમાં અગ્રસ્થાને મૂકાઈ ગયું છે. પૂ. ગુરુભગવ'તને મારા વતી સુખશાતા પૂછશેજી ને વંદના કહેશેાજી.
તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા.ને મારા વતી સુખશાતા અને વંદના કહેશેાજી.
શાસનદેવ પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યા નિર્વિઘ્ને પૂર્ણ કરે તેવી ભાવના અને પ્રાર્થના.
—આપના કાંતિલાલ પોપટલાલ મણીયાર