________________
એમ. પી. વીરપુરવાળા
ગેધરા, તા. ૨૩-૧૦૮૦, આપની સુખશાતા સૌ ઈચ્છીએ છીએ. શાસનદેવ આપને વધુ ને વધુ પ્રભાવક અને શક્તિશાળી બનાવે એવી પ્રાર્થના.
આવા કપરા કાળમાં જ્યાં રસેન્દ્રિયે કાળો કેર વર્તાવ્યો છે. સંઘયણના ઠેકાણા નથી છતાં આપે વીતરાગ પ્રભુના ચીંધ્યા માર્ગે વીરતા બતાવી શાસનને ડંકો વગાડ્યો છે.
કેવી અડગ શ્રદ્ધા, કેવી સમતા! અહા ! ઓ ભાગ્યશાળી અણગાર, તમને ધન્ય છે. આપે આ પુદગલની માયા તેડી, રસેનિદ્રય પર અદભુત વિજય મેળવ્યો છે. ધન્ય! ધન્ય!
અમે પામર સંસાર ભેગી, આવું લખવા ગ્ય નથી, પણ મનમાં સતત આ મહા તપ યાદ આવે છે અને આ અનુમોદના સરી પડે છે.
લિ. આપને મહેન્દ્ર. પી. વીરપુરવાળા તથા ગૌતમ એમ. વીરપુરવાળા સાથે સર્વોની વંદના.
તપસ્વી મુનિરાજશ્રી રત્નાકરવિજયજી મ.સા. આદિ સાદર વંદના સુખશાતા.
આપશ્રીની તપશ્ચર્યાના સમાચાર જાણી ખૂબ ખૂબ આનંદ થયે. તપશ્ચર્યાની સુખશાતા હશે.