________________ પુણ્યપાલ ચરિત–૧ છે. પણ સાચું કહું છું કે હું પ્રતિજ્ઞાબદ્ધ ન હોત તે પણ . તમને મારા જમાઈ બનાવી લેત. તમે ન કહો તે પણ - હું જાણું છું કે તમે કોઈ રાજપુત્ર છે. રાજાના કથનને કઈ જવાબ આપ્યા વિના પુણ્યપાલે કહ્યું : રાજન ! જે જગ્યાએથી આ તામ્રપત્ર નીકળ્યું હતું * ત્યાં જઈએ. ત્યારે એનું રહસ્ય ખુલશે.” જ વાર કયાં હતી? બધા તૈયાર થઈ ગયા. પયપાલ અને રાજા રથમાં બેસીને ગયા. હજારો સ્ત્રી-પુરુષો પણ દોડયા ગયા. સભાસદ તે સાથે જ હતા. જે જગ્યાએથી તામ્રપત્ર નીકળ્યું હતું, ત્યાં પુણ્યપાલ ઊભો રહ્યો. સાથે બે-ચાર ખોદનાર લીધા. તામ્રપત્રમાં લખેલા સંકેતને વાંચી પુણ્યપાલે કહ્યું : - “આટલા હાથ ગણું પૂર્વમાં ખેદે. પછી અહીં, આમ કરતાં કસ્તાં રનોથી ભરેલા ચાર ચરુ નીકળ્યા. બધા આશ્ચર્ય પામ્યા. રાજાએ પુણ્યપાલને છાતીએ લગા. બધા ધારી ધારીને તેને જોઈ રહ્યા હતા. બધા સભામાં પહોંચી ગયા, ત્યારે રાજાએ કહ્યું : હવે સૌભાગ્યમંજરી તમારી થઈ ગઈ.' પુણ્યપાલ બોલ્યો : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust