________________ કર્મ-કૌતુક-૧ 289 કંચનપુરને યુવરાજ સાચે જ બહુ સુંદર હતે. માથું આઠમના ચન્દ્ર જેવું હતું. આંખો એવી હતી કે જાણે કેરીની ફાડ હોય. વાળ કાળા અને વાંકડિયા હતા. ડી વાર પછી અંકધાત્રી બાળકને અંદર માની પાસે લઈ ગઈ. પછી તે આખા કંચનપુરમાં યુવરાજના જન્મની. ખબર ફેલાઈ ગઈ. યાચકોની હાર લાગી ગઈ. મહારાજા જિતશત્રુએ કપડાં, અનાજ અને ધનનું પુષ્કળ દાન. આપ્યું. નગરના શ્રેષ્ઠિનોએ પણ દાન આપ્યું. ઘરે-ઘરે ગીતો ગવાવા લાગ્યાં. નગરમાં આનંદ સાગર ઊમટી પડશે. બાર દિવસ સુધી જન્મોત્સવની ધામ-ધૂમ રહી. રાજપંડિત પહેલેથી જ યુવરાજનું જન્મપત્ર બનાવવામાં લાગી ગયા હતા. બારમા દિવસે નામકરણ સંસ્કાર થયા. દરવાજે-દરવાજે તોરણે લટકાવવામાં આવ્યાં. આજે તો દાસીઓ પણ સજી-ધજીને ફરી રહી હતી. નામધર્તા. પંડિતે યુવરાજના નામનો ઉલ્લેખ કરતાં કહ્યું : “રાજન ! યુવરાજને જન્મ કન્યા લગ્ન માં થયો છે.. આ રાશિમાં જન્મનાર શુભ લક્ષણોથી સંપન્ન નૃત્ય - ગાયન પ્રિય, દાની, કલાપ્રેમી, પ્રિયભાષી, બુદ્ધિશાળી તથા. અનેક શત્રુઓ વાળો હોય છે. સાથે જ એ પારકી. સંપત્તિને સ્વામી પણ બને છે. એના જન્મના ત્રીજા. વર્ષે, પાંચમા વર્ષે પંદરમા વર્ષે, એકવીસમા વર્ષે અને -ત્રીસમા વર્ષે દુઃખને, સંકટને વેગ હોય છે. મૃત્યુ-ભયની 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust