________________ ' કમ-કૌતુક-૨ 35 ઘોડા પરથી ઉતરી રાજકુમારીએ કહ્યું : આ ઘોડેસવારીનું પણ એક રહસ્ય છે. ચાલ, પહેલાં સરિતા-તટ પર જઈએ, ત્યાં બધું કહીશ. આચાર્યજી તો આજે છે નહીં. ડર કોને છે ? મદને ઊભા થતાં કહ્યું : તો ચાલ. હું પણ ઉત્સુક છું. તારા રહસ્યને જાણવા માટે.” મદન અને રનમંજરી સરોવર તરફ ચાલેવા લાગ્યાં. પતંગ પણ તેમની પાછળ ચાલવા લાગ્યો. તેને પોતાની પાછળ આવતો જોઈ રત્નમંજરીએ કહ્યું : છાયાની જેમ તમે અમારી પાછળ કયાં આવી રહ્યા છે? અહીં બેસો. પતંગે કશું સાંભળ્યું જ નહીં, કારણકે એ દેખાવ માટે ઓછું સાંભળે છે. તેથી મદને રાજકુમારીને કહ્યું : “આવવા દે એને પણ. એમ એ કયારે સાંભળશે? જ્યારે મોટેથી કહીશ ત્યારે સાંભળશે, અને ત્યારે બધા ‘શિખે પણ જાણી જશે. એ શું કરશે ? એ કશું સાંભ-ળશે જ નહીં. સાળી લેશે તે સમજશે જ નહીં, આવવા દે.. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust