________________ - 446 કર્મ–કૌતુક-૪ “તે શું હું મારા તરફથી રાજા જિતશત્રુને જઈને કહું કે તમારી પુત્રવધૂને લઈ જાઓ ! જમાઈ પતંગસિંહને - પણ અહીં આવવાની ઈચ્છા નથી.” રાણી બેલી : પરંતુ તમે કુશળ સમાચાર લેવાના બહાને તે આ કંચનપુર જઈ શકે છે. જાઓ જમાઇને પણ જોઈ આવે કે કેવા લાગે છે. મેં તે તેમને ત્યારે જોયા હતા, જ્યારે એ ચાર મહિનાના બાળક હતા. ઘાયમાતાના ખોળામાં કેવા લાગતા હતા ? રાજા જનકસેન બોલ્યા : “આપણું કમલે પણ તે ઢીંગલી હતી. એ પણ ધાયના ખેળામાં રાઈ હતી. હવે હું કંચનપુર જઈશ.” રાજા જનકસેન કંચનપુર ગયા, પણ તેમને જોતાં જ - રાજા જિતશત્રુનું મેં ફીકકું પડી ગયું. ફીકું હસી તેમણે રાજા જનકસેનનું સ્વાગત કર્યું. રાજા જનકસેને ઠપકો આપે. . . . . . આપણી મિત્રતાને સ્થાયી કરવા માટે જ તે આપણે આપણું સંતાનેનાં લગ્ન શિશુવયમાં કર્યા હતાં. પણ તમે તે અમને ભૂલ્યા અને તમારી પુત્રવધૂને પણ ભૂલી ગયા. હવે અમને જમાઈ પતંગસિંહને તે બતાવે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust