Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 465
________________ કર્મ-કૌતુક-૪ 453 ચરિત્ર વાળી છે. તમારે પુત્ર તે તેને માતા જ માનતે. હતો.” રાજા જિતશત્રુએ કહ્યું : બનાવ તે તમે નાગરિકે પાસેથી સાંભળે, પણ તમે એ કેવી રીતે જાણે છે કે મારી રાણું ખરાબ ચરિત્ર વાળી છે. હવે ભલે મારો પુત્ર પાછો ન આવે, પણ તમે અનંગમાલાને ખરાબ ચરિત્રવાળી સિદ્ધ કરી શકો, તે એ દુષ્ટાને સજા આપી મને થોડી શાંતિ જરૂર મળશે.” તો પછી તમારી રાણું અને તેની દાસીને બોલાવી લે.” પતંગસિંહના કહેવાથી રાજા જિતશત્રુએ બંનેને બેલાવી. પતંગસિંહે પહેલાં સુલખા દાસીને પૂછ-પરછ કરી : * “દાસી ! પતંગસિંહ જાતે આ હતો કે રાણી અનંગમાલાના કહેવાથી તું જ તેને વિદ્યાલયમાંથી લેવા ગઈ હતી? શું તે આચાર્યને એ કહ્યું હતું કે પતંગસિંહને રાજા જિતશત્રુ બેલાવે છે? શું એ દિવસે રાજા જિતશત્રુ વનભ્રમણ કરવા ગયા ન હતા? પતંગસિંહના પ્રશ્નો સાંભળી રાજા જિતશત્રુ વિચારવા લાગ્યા અને દાસીને ધમકાવી કહ્યું : “જીવ બચાવવા માગતી હોય તો સાચેસાચું કહી દે. નહીં તે યાદ રાખજે. રાજા પોતાના પુત્રને પ્રાણદંડ આપી શકે છે, એ તને પણ નહીં છોડે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476