Book Title: Punyapal Charit
Author(s): Pushkar Muni Upadhyay
Publisher: Lakshmi Pustak Bhandar

View full book text
Previous | Next

Page 470
________________ * 58 કર્મ-કૌતુક-૪ આ પતંગસિંહે પોતાના દૂત કાશી મેકલ્યા અને પંડિત વિશુદત્તને સન્માન સાથે લાવ્યા. પછી તેમને રત્ન વિગેરેના રૂપમાં એટલું ધન આપ્યું કે એ કેટલીય પેઢીઓ માટે નિશ્ચિત થઈ ગયા. પતંગસિંહની ઉદારતાની પ્રશંસા કરતા વિપ્ર વિશુદત્ત કાશી પાછા ગયા. ધીરતા, વીરતા અને ન્યાય-પરાયણતા સાથે પ્રવત્સલ રાજા પતંગસિંહ ચારે રાજ્યોની પ્રજાનું પાલન કરી રહ્યો હતો. તેના સુશાસનમાં ચારે રાજ્યની પ્રજા સુખ-શાંતિનો શ્વાસ લેતી હતી. મોટે ભાગે કંચનપુરમાં જ રહેતા હતા, પણ ઊડણ-કમળા પર બેસી એ બીજા રાજ્યમાં પણ જતો હતો. તેની સાતે પત્નીઓમાં અતિશય પ્રીતિ હતી અને દુ:ખ ભોગવ્યા પછી પતંગસિંહના જીવનની સરિતા હવે સરખી ગતિથી વહી રહી હતી. - હવે પતંગસિંહ સાત પુત્રનો પિતા થઈ ગયે. તેની સાતે પત્નીએ એક-એક પુત્રની માતા બની. માતા પ્રમાણે સાતે પુત્રોનાં નામ હતાં. કમલાવતીથી ઉત્પન્ન થયેલા પુત્રનું નામ કમલસેન, એ પ્રમાણે રત્નસેન, મુક્તસિંહ, લાલસેન, હીરાસિંહ, ગજસિંહ અને ફૂલસિંહ. વર્ષો પસાર થતાં–થતાં સાતે રાજપુત્ર વિદ્વાન થઈ યુવાન થઈ ગયા. સાતેના લગ્ન થયાં. પતંગસિંહનું અંતઃપુર પુત્રવધૂઓથી ભરાઈ ગયું. એ દિવસમાં આચાર્ય કેરણકર શ્રમણ સંઘ સંહિત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476