________________ કર્મકૌતુક-૪ “રાજન ! પોતનપુરના રાજા અને કંચનપુરના ઉત્તરાધિકારી, મહારાજા પતંગસિંહને સંદેશ હું લાવ્યો છું. એ ચાર વિદ્યાધર પત્નીઓના સ્વામી છે અને તેમની એક પત્ની પોતનપુરની રાજકુમારી છે. તેમને સંદેશ છે કે * તમે તમારી કન્યાનાં લગ્ન તેમની સાથે કરી તેમને તમારા, સ્વજન બનાવી લે, નહીં તે...” રાજા નરસિંહ વચમાં જ કહ્યું : નહીં તો શું ? જે મારે કઈ કન્યા હોત તે હું તેનાં લગ્ન તમારા રાજા સાથે જરૂર કરત. પણ મારે તે કેઈ સંતાન છે જ નહીં. બીજી કઈ સેવા હોય તે કહો.” * દત બોલ્યો : . . : રાજન ! જે તમારે કઈ કન્યા ન હોય તે અમારા રાજા વ્યર્થ જ તમારી પાસે સંદેશ ન મોકલે. એમને ખબર છે કે રત્નમંજરી નામની તમારે એક કન્યા છે.” રાજા નરસિંહ પહેલાં આશ્ચર્ય પામ્યા. પછી તેમની -આંખ ભીની થઈ ગઈ. આંખમાં આંસુ સાથે એ બોલ્યા : “રત્નમંજરી....એ રનમંજરીને કેવી રીતે ઓળખે છે ? રત્નમંજરી નામની મારે કન્યા હતી. જરૂર, પણ . છે નહી જાણે કયાં ગઈ મારી લાડલી.” * * * દૂતને હવે વાત વધારવાનું ન લાગ્યું. તેણે P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .