________________ કર્મ-કૌતુક-૪ 439 - આમ કહી પતંગસિંહે એક પ્રતિહારીને સંકેત કર્યો તે એ રત્નમંજરીને લઈ આવી. આવતાં જ રનમંજરી પિતાને વળગી પડી અને સકે ધ્રુસકે રડવા લાગી. રાજા નરસિંહે પણ રડયા. બધા વિચારમાં પડયા હતા. પછી રાજા નરસિંહે પૂછ્યું તે પતંગસિંહે ટૂંકમાં પસાર થયેલી ઘટના સંભળાવી. સાંભળી રાજાએ કહ્યું.. તમારાથી સારો જમાઈ મને કયાં મળશે? તમે તે દેવતા છે. હું બહુ ધામ-ધૂમથી રત્નનાં લગ્ન તમારી સાથે કરીશ?” પતંગસિંહ છે . “રાજન ! લગ્ન ત્યાં કરે. જ્યાં તમારી કન્યા . મારી સાથે જ જે રત્નાને લગ્ન કરવા હોય તે થઈ ન જાત? રત્ના તે મને મૂર્ખરાજ માને છે. આટલા વર્ષે એ મારી સાથે રહી, પણ આજ સુધી બોલી નથી.” આટલું સાંભળતા જ રત્નમંજરીએ બધી લોક-લાજ છેડી દીધી. એ પતં સિંહના પગમાં પડી ઝર-ઝર આંસુ વહેવા લાગી. જાણે તેનું માન જ ગળી વહી રહ્યું હોય. એ બેલી. મારા દેવતા ! તમે વજનાભ જેવા કુમાગી રાજાને માફ કરી દીધા, તે શું મને નહીં કરે ? મેં તે મનથી તમને જ મારા માન્યા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust