________________ 43 8 કનિકૌતુક-૪ રાજન ! અમારા રાજાને તે એ વિશ્વાસ છે કે તમારે કન્યા છે. પણ તમે કહે છે કે છે નહીં, તે પછી તમે એમને આ “છે નહીં ને વિશ્વાસ આપી જાવ.” ચાલે અમે આવીએ છીએ.” કહી રાજા સિંહાસન પરથી ઉડયા. મંત્રી વિગેરે પણ ચાલી નીકળ્યા. બધા રથમાં બેસી ત્યાં પહોંચ્યા, જ્યાં પતંગસિંહે પડાવ નાગે હતે. પતંગસિંહ એક ભવ્ય આસન પર બેઠે હતે. તેની. પત્નીઓ શિબિરમાં આદર હતી. સેવકે ચામર ઢળી રહ્યા હતા. થોડા આસન ખાલી પડયાં હતાં. જ્યારે રાજા નરસિંહ અમાત્ય સહિત પહોંચ્યા તે પતંગસિંહે તેમનું સ્વાગત કર્યું અને બેસાડયા. ત્યાર પછી પતંગસિંહે પૂછ્યું.. રાજન ! તમારી પુત્રીને શું થયું ? એ કયાં ગઈ?” રાજા નસિ હે ઉદાસ થઈ કહ્યું : એ કયાં ગઈ, એ તે અન્તર્યામી અને સર્વજ્ઞ પ્રભુ. જ જાણી શકે છે. હું તો એટલું જાણું છું કે વર્ષો પહેલા. એ એક દિવસ ગાયબ થઈ ગઈ. બહ શોધી છતાં પણ ન. મળી. પતંગસિંહે કહ્યું. તમારી પુત્રી મળી જશે. એ મારી સાથે આવી. હતી. તમારી થાપણના રૂપમાં એ સુરક્ષિત છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust