________________ 388 કમ–કૌતુક-૩૫ કરી શકે છે કારણ કે આ થઈ ગયે છે. તેથી આ વખતે બીજા અણુવિધ્યાં લાલ લાવી આપો. લાવવાનાં તો તમારે જ છે, કારણ કે આવું અશય કામ બીજું કંઈ કરી શકે તેમ નથી. બોલે, કેટલે રસ્તા-ખર્ચ જોઈએ ? પતંગસિંહે બે મહિનાને સમય અને પૂર્વવતુ એક: લાખ મુદ્રાઓ પ્રતિદિનના હિસાબથી માગી. રાજાએ બંને શરત ફરી સ્વીકારી લીધી. રાજસભા વિસર્જન થયા પછી, પતંગસિંહ ઘરે આવ્યા અને મુક્તાવતીને કહ્યું : તા-ખર્ચ જ - પ્રિયે ! રાજા ચાલ પર ચાલ ચાલી રહ્યા છે. પહેલાં તે હું અજા હતું. તેથી તેમની ચાલનું શુભ પરિણામ: એ આવ્યું કે તું મળી ગઈ. પણ હવે શું થશે ? આ વખતે તેમણે લાલ મંગાવ્યાં છે-અણવિંધ્યાં લાલ. કયાં. મળશે ? કેવી રીતે લાવીશ ?", મુક્તાવતી બોલી : . “પહેલાં મોતી લેવા ગયા તે હું મુક્તાવતી મળી.. આ વખતે લાલ લેવા જશો તે મારી સગી બહેન લીલાવતી. મળશે. હા, હું સાચું જ કહી રહી છું. લાલ દ્વિીપમાં મારી બહેન લીલાવતી રહે છે. જેમ હું” મુકતા બનાવું છું, તેમ જ એના મોંઢામાંથી લાલ ઝરે છે. મારી વીંટી. તે તમારી પાસે છે જ, તમે મારી પત્ર પણ લઈ જાઓ.બંને કામ કરીને આવો.” * BP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust