________________ * 412 કમ-કૌતુક-૩ સંદેશે યમરાજને પહોંચાડીશ. પરંતુ એનો વાયદો કરતે નથી કે યમરાજ તમારે ત્યાં આવે અથવા ન આવે. એ એમની ઈચ્છા છે. મારું કામ તે તમારો સંદેશ તેમને કહેવાનું છે.” રાજાએ કહ્યું: : ‘જરૂર–જરૂર તમારે તોં બસ મારો સંદેશો પહોંચા– પડવાને છે. પરંતુ મને ભરોસો છે કે એ જરૂર આવશે.” - આ નિર્ણયથી આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ હતી. આ અસંભવિત કામ કેવી રીતે થશે? બધા લોકો મનમાં ને મનમાં રાજની નિંદા કરતાં હતા. બધા એ પણ જાણી ગયા કે દેવતા જેવા ભલા શેઠ પૂનમચન્દ્રને રાજા અકારણ જ મારવા ઈચ્છે છે. તે છતાં પણ પતંગસિંહ ખુશ હતા, - એણે જાણે શું વિચાર્યું હતું? યથા દિવસે એક મોટા મેદાનમાં ચિતા તૈયાર કરી. બહુ ઊંચી ચિતા હતી. હજારે નર-નારી ભેગાં થયાં. હતાં. બધાં દુઃખી હતાં. રાજા વનાભ, કાલુ નાઈ અને અધમુખ શર્મા એ ત્રણે ખુશ હતા. પાપી લેકે પહેલાં સુખી અને પછીથી દુઃખી થાય છે. એવા જ આ ત્રણે પણ હતા. રાજા પતંગસિંહની પત્નીઓને પ્રાપ્ત કરવાની મૂઢ આશાને કારણે પ્રસનહતો. કાલ નાઈ મંત્રી બનવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust