________________ -કર્મકૌતુક-૪ 419 હીરાવતી બોલી : રાજન ! પરપુરુષ સાથે વાત કરવી પણ પતિવ્રતા -સ્ત્રી માટે પાપ છે, પરંતુ તમને સાચા રસ્તા પર લાવવા માટે અમે તમારી સામે આવ્યાં છીએ. “તમે વિચાર કરે કે રાવણે સીતાને પટરાણી બનાવવા ઈચ્છા કરી તે તેની શું દશા થઈ? કુળ સહિત મૃત્યુ પામ્ય. પરદારાના ભેગની ઈચ્છા પણ પાપ છે. ઈરછા માત્રથી જ રાવણનો સર્વનાશ થયે હતે. અનેક ઉદાહરણ છે. તમે ઘરે પાછા જાઓ, એમાં જ તમારું ભલું છે.” હીરાવતીની શિખામણ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયા અને બેલ્યા : “તે તમે ચુપચાપ નહીં આવો? આવા ઉપદેશ મેં સાંભળ્યા છે. ચુપચાપ ચાલે, નહીંતર........” મુક્તાવતીએ કડક થઈ કહ્યું : નહીંતર શું ? તમે પણ જે ચુપચાપ અહીંથી જવા ન ઈચ્છતા હોય તે થોડે પ્રસાદ લેતા જાઓ.” - આમ કહી મુક્તાવતીએ પિતાની વિદ્યાનું સ્મરણ કર્યું. તેના હાથમાં એક દેરડું અને એક દંડે આવી ગયે. તેણે દોરડાને કહ્યું : - “બંધની ! આ ત્રણે પાપીઓના હાથ–પગ બાંધી દો.” દોરડું દેવાધિષ્ઠિત હતું, તેથી જરૂરિયાત જેટલું લાંબું થઈ ગયું અને ત્રણેને બંધ કરી દીધા. પછી દંડાને આજ્ઞા આપી P.A.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust