________________ કર્મ-કૌતુક-૪ 423 “એ ભાગી ન જાય, એ માટે મેં પૂનમચન્દ્રના ભવનની ચારે તરફ રાત-દિવસ પહેરો ગોઠવી દીધે છે. છતાં પણ એક શંકા છે કે એ જાતે જ મારી તરફ નહીં નમે તે શું કરીશ ?" હવે કાલુ બોલ્યો : શ્રી મહારાજા ! સ્ત્રીઓને નમાવવામાં તીઓ બહુ હોશિયાર હોય છે. એ પત્થરને પણ પાણી બનાવી દે છે. તેથી બે મહિના પછી જ્યારે છ મહિનાની મુદત પૂરી થઈ જાય ત્યારે તમે કુળ દ્વતીઓને શેઠાણીઓ પાસે મોકલજે. નિરાધાર શેઠાણીઓ તમારી તરફ કેમ નહીં મૂકે? હજુ તો તેમને પૂનમચન્દ્રના પાછા આવવાને ખેટે સહારો છે. એના તૂટવાની પ્રતીક્ષા કરવાની છે.” રાજા વજીનાભ આશ્વસ્ત થઈ ગયા. કુમગીઓએ તેમને ફરી અવળા માગે વાળી દીધા. હવે એ બહુ આશા-વિશ્વાસ અને ઉત્સાહ સાથે મુદત પૂરી થવાની પ્રતીક્ષા કરતા હતા. મુદત પૂરી થઈ. છ મહિના પૂરા થઈ ગયા. પતંગસિંહે પિતાના ઘર પર જના રચી. પિતાના એક કરને યમદૂતના રૂપમાં સજાવ્યું. તેને રંગ કોયલ જે કાળો કરી દીધું. ઘૂંટણ સુધી વાઘનું ચામડું લપેટાયું. તેની મૂછે એવી લાગતી હતી જાણે લોઢાની ખીલીઓ - વાળી દીધી હોય ! પાંપણ લાલ રંગી નાખી. હાથમાં માથાથી ઊંચો ડેડ લીધો. પતંગસિંહે સુંદર વસ્ત્ર પહેર્યા. Gurfatnasuri M.S. Jun Gun Aaradhak Trust